અમદાવાદમાં અકસ્માતમાં વહુ અને દીકરો ગુમાવનાર, માતા બંનેના અંતિમ સંસ્કાર વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, માતાએ રડતાં-રડતાં કહ્યું કે…

Published on: 6:25 pm, Fri, 3 June 22

ગુજરાતમાં હજુ પણ અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે, ત્યારે આવા જ એક અકસ્માતમાં એક પરિવારમાંથી એક દંપતી લપેટમાં આવ્યું છે. હજુ તો દીકરાના લગ્નને હજી બે મહિના જ થયા હતા કે ત્યાં અમદાવાદના હતભાગી વાણીયા પરિવારમાં કારની થપાટ લાગી છે. જેનાથી સમગ્ર પરિવારમાં કોઈના આંસુ હજુ પણ સુકાતા નથી. ઘટના એમ હતી કે સોલા ઓવરબ્રિજ પર પુત્ર અને પુત્રવધુના અકસ્માતથી કરુણ મૃત્યુ થયા છે.

જેનાથી પરિવાર તદ્દન ભાંગી પડ્યું છે. ઘટનાને પાંચ દિવસ વીતી ગયા છતાં પણ હજુ પરિવારના સભ્યો ધ્રુસકે રડી રહ્યા છે. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે અને એ બંનેને યાદ કરીને કરૂણ કલ્પાંત કરી રહ્યા છે. આ ઘટના વિશે વિસ્તૃતમાં કહીશ તો ગત 28મી મેના રોજ મોડી રાત્રે સોલા ઓવરબ્રિજ પર સ્વીફ્ટ ડિઝાયર કાર ટીવીએસ જ્યુપિટર પર જતા યંગ કપલને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં એક જ પરિવારનું દંપતીએ ભોગ બન્યા. પરિવાર દ્વારા અકસ્માત કરનારને કડક માં કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે, ત્યારે હૃદય સ્પર્શી વાત તો એ કે હજુ તો દીકરો નવા સંસારની શરૂઆત કરવા જઈ રહ્યો હતો અને વહુને હજી સરખા પણ ન હોતા લડાવ્યા. એવામાં આવી કરુણ ભરી ઘટના બની જતાં પરિવારમાંથી ખુશીઓ છીનવાઈ ગઈ.

એટલું જ નહીં પરંતુ એ દીકરા દ્વારકેશના માતાએ કહ્યું હતું કે મારી રાધેશ્યામ ની જોડી ઘડીકમાં વિખરાઈ ગઈ. આવું જેણે કર્યુ તેને કુદરત કદી માફ નહીં કરે અને બસ સરકાર પાસે એટલી જ માગણી છે કે આવું કરનારને કડકમાં કડક સજા થાય. પરિવાર સતત ન્યાય માટે લડી રહ્યો છે ત્યારે આ અકસ્માત સર્જનાર વ્યક્તિની લાપરવાહી કેટલી હદે હશે.

જ્યારે આ ઘટના બની ત્યારે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે અને દ્વારકેશ ના બનેવી હસમુખભાઈએ જણાવતા કહ્યું કે મારા સસરાનું ઘર રાણીપમાં હતો અને તેમના પર ફોન આવ્યો હતો કે બે જણાએ વિગત આપી છે તમારા સસરાનું એક્સિડન્ટ થયો છે. એટલે સસરાના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ પોતે હાજર હતા.

જેથી જુલી અને દ્વારકેશને ફોન કર્યો ત્યારે તેમને રિસીવ ન કર્યો એવામાં તેમનું ટેન્શન વધી ગયું અને થોડીવારમાં એમને જાણ થઈ કે એ બંનેનો જ અકસ્માત થયો છે. પરિવારના સભ્યોએ માંગણી કરતા કહ્યુ હતું કે જ્યારે આ ઘટના બની હતી એ રાત્રે પોલીસને ફોન કર્યો ત્યારે અમે સોલા સિવિલમાં ગયા હતા અને ત્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા.

ત્યારે સમગ્ર પરિવારમાં આભ તૂટી પડયું હતું. સરકારને વિનંતી કરી રહ્યા છે કે બે બાજુ જે પાળી છે એ ઉંચી કરવી જોઈએ એટલું જ નહીં ટૂંક સમયમાં ટુ વ્હીલર ત્યાં ચલાવવું ભારે પડશે. માંગણી કરતા કરતા તેમણે આવી અપીલઓ પણ કરી. હજુ પણ એ દીકરાની માંના આંસુ સુકાતા નથી અને પોતાના દીકરા અને પુત્રવધૂને યાદ કરતાં રડી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં અકસ્માતમાં વહુ અને દીકરો ગુમાવનાર, માતા બંનેના અંતિમ સંસ્કાર વખતે ધ્રુસકે ધ્રુસકે રડી પડી, માતાએ રડતાં-રડતાં કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*