દીકરાના લગ્નની કંકોત્રી ને હાથ માં લઈને માતા-પિતાએ ભીની આંખે આપી શહીદ દીકરાને અંતિમ વિદાય

48

દેશની સેવા કરવાનો ઉત્સાહ દરેક સાચા ભારતીયોમાં હોય છે. કાશ્મીર માં lED માં શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટના 7 માર્ચના રોજ લગ્ન થવાના હતા. લગ્ન માટે હોટલ પણ બુક કરવામાં આવી હતી. નિવૃત નીરીક્ષક પિતા સુરેન્દ્રસિંહ કંકોત્રી વહેંચવામાં વ્યસ્ત હતા.

પુત્રની શહીદી ના સમાચાર મળતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. 28 ફેબ્રુઆરીના રોજ આ વીર જવાન પોતાના ઘરે આવવાનો હતો. તેની માતાને કહ્યું કે હું નવી સાડી લાવું તે તમે લગ્નમાં પેરજો.

નોસેરા સેક્ટરમાં શહીદ થયેલા મેજર ચિત્રેશ બિષ્ટના તેમના મિત્ર અને ભાઈને વાઘ તરીકે બોલાવવામાં આવ્યા હતા. શહીદ ખૂબ જ બહાદુર અને નિડર હતો. તેમના પાર્થિવ દેહને મિલેટ્રી હોસ્પિટલથી ઘરે લઈ જવામાં આવ્યો હતો.

શહીદ ચિત્રેશ ના પિતા ને સાંત્વના આપવા માટે તેમના મોટાભાઈ ગામથી પહોંચ્યા હતા.તેને સાંત્વના આપી. તેમને સાંત્વના આપતા કહ્યું કે અમે પોલીસ હતા અને આ બધું જોયેલું છે.

હવે તું તારું ધ્યાન રાખજે પિતાએ રડવાનું શરૂ કર્યું.આ અંગે એસ.એસ.બિષ્ટના મોટાભાઇએ કહ્યું કે સોનું ફરી આવશે અને કોઈના કોઈ સ્વરૂપે આવશે. તેના પિતા એક જ વાત કહેતા રહ્યા કે હવે બધું બક્વાસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!