પતિએ અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા તો પત્નીએ હિંમત હાર્યા વગર જે કાર્ય કર્યું તે જાણીને…

60

દરેક વ્યક્તિઓનું જીવન સંઘર્ષ ભર્યું હોય છે. આપણા જેવા દરેકના જીવન માં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવતું જ હોય છે.આપણી આજુબાજુના દરેક વ્યક્તિનું સુખ અને દુઃખ આપણે જોતા જ હોઈએ છીએ.તેઓના જીવનમાં ગમે તેવી સમસ્યા આવે તો પણ તેનો સામનો કરતા જ હોય છે.

આજે આપણે એવા મહિલા વિશે જાણીએ જેઓ આજે તેમના આખા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ મહિલા દિલ્હીમાં રહે છે અને જેઓની ઉંમર 36 વર્ષ ની છે અને તેઓ નું નામ આશા ગુપ્તા છે.

આશાએ તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે. તેઓ દિલ્હીના શાસ્ત્રીનગરમાં સ્કુટી લઈને રાજમા ચાવલ વેચે છે. કારણ કે તેઓના પતિથી કામ નથી થતું અને તેમના બાળકોની અને પરિવારની જવાબદારી તેમના પર આવી ગઈ છે.

થોડા વર્ષ પહેલા તેના પતિએ અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા હતા અને ત્યારથી જ આશા પર તેમના પરિવારની બધી જવાબદારી આવી ગઈ હતી. તેઓએ હિમંત થી આ જવાબદારી ઉપાડી લીધી હતી.

તેઓએ જ્યારે કામ ચાલુ કર્યું ત્યારે વિચાર્યું ન હતું કે તેમની પાસે કોઈ આવશે અને તેઓ તેમાંથી કંઈક કમાશે. તેઓએ સ્ટોલ ચાલુ રાખયો અને ધીમે ધીમે તેમની પાસે લોકો આવવા લાગ્યા અને આજે એકલા પરિવારનું ગુજરાન ચલાવવા માટે સક્ષમ થઈ ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!