પુત્ર હોવા છતાં પણ ચાર પુત્રીઓએ પિતાને આપી કાંધ, કારણ જાણીને તમે પણ ભાવુક થઈ જશો

Published on: 7:17 pm, Thu, 16 September 21

આપણા હિન્દુ ધર્મની પરંપરાઓ અને શાસ્ત્રો મુજબ અમુક એવા કાર્ય છે જે દીકરા દ્વારા જ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પરિવારની પરિસ્થિતિને કારણે મોટાભાગના ઘરોમાં આ પ્રકારની પરંપરાઓ તૂટતી જોવા મળી છે. આ પરંપરા સાથે સંકળાયેલ મામલો સામે આવ્યો છે.

આ મામલો યુપીના ઝાંસી જિલ્લા નો છે. અહીં પોતાના પિતાની અર્થીને ચાર દીકરીઓએ કાંધ આપી હતી. હાલમાં જ થોડાક સમય પહેલા નવાબાદ થામાના આ વિસ્તારના ડડિયાપુરૂ ગલ્લા મંડી રોડના નિવાસી ગૌરેલાલ સાહુનુ ગત શુક્રવારના રોજ હૃદય હુમલાથી દુઃખદ મૃત્યુ નીપજ્યુ હતુ.

પિતાના મૃત્યુ અંગેના દુઃખદ સમાચાર મળતા જ ચાર પુત્રીઓ પિતા ના અંતિમ દર્શન કરવા પહોંચી ગયા હતા. અશ્રુ ભરેલી આંખો સાથે તેમણે પિતાને અંતિમ વિદાય આપી અને તેમના મૃતદેહને કાંધ આપી હતી. આ ચારેય દીકરીઓએ પુત્ર બનીને પિતાની અર્થીને વિધિપૂર્વક સ્મશાનગૃહ સુધી પહોચાડી હતી.

સ્મ્શાન પહોંચી તેમણે સંપૂર્ણ વિધિ સાથે હિન્દુ સંસ્કાર મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહી જ્યારે તેમણે પોતાના પિતાને મુખાગ્નિ આપીને અંતિમ વિધિ કરી તો આસપાસના તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને અલગ અલગ વાતો કરવા લાગ્યા હતા.

કારણકે, આ મૃતકને એક પુત્ર પણ હતો. પુત્ર હોવા છતાપણ પુત્રીઓને મુખાગ્નિ આપતા જોઇને સૌ કોઈ ના હોશ ઉડી ગયા હતા અને ઉંડા વિચારમાં પડી ગયા હતા. આ મૃતકની પુત્રીએ પિતાની કાંધ આપવાને લઈને જણાવ્યુ કે, તેનો ભાઈ અવારનવાર પિતા સાથે ઝઘડા કર્યા રાખતો હતો અને આ કારણોસર જ અમે ચારેય બહેનો મળીને પિતાની સારસંભાળ રાખતા હતા.

જ્યારે પિતાનુ નિધન થયુ ત્યારે અમે બહેનોએ નક્કી કર્યું કે, ભાઈને પિતાના મૃતદેહને હાથ પણ નહી લગાવવા દઈએ. આ કારણોસર અમે બહેનાએ મળીને અંતિમ સંસ્કારની વિધિ પુત્ર તરીકે અમે ચારેય બહેનોએ નિભાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પુત્ર હોવા છતાં પણ ચાર પુત્રીઓએ પિતાને આપી કાંધ, કારણ જાણીને તમે પણ ભાવુક થઈ જશો"

Leave a comment

Your email address will not be published.


*