ગુજરાતમાં હાર્ટ એટેકે મચાવ્યો હાહાકાર…ગીર સોમનાથના તલાલામાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…

Published on: 11:53 am, Mon, 23 October 23

ગુજરાતમાં એક પછી એક લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં કેટલાય લોકોએ હાર્ટ એટેક આવવાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તલાલામાં હાર્ટ એટેક આવવાના કારણે બે લોકોના મોત થયા છે.

જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જાણવા મળી રહ્યું છે કે મહિલાનું કપડાં ધોતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બીજી ઘટના વિશે વાત કરીએ તો, ગીર સોમનાથના ગાભા ગામમાં એક નાની ઉંમરના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ નિકુંજ પરમાર હતું. નિકુંજનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. નિકુંજને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો. પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તો તેનું મોત થઈ ગયું હતું.

આ ઘટના બનતા જ નિકુંજના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.  મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવ ખૂબ જ વધી ગયા છે.

સૌપ્રથમ મોટી ઉંમરના લોકો માટે ટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી હતી અને હવે નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસમાં ગરબા રમતા રમતા પણ હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં હાર્ટ એટેકે મચાવ્યો હાહાકાર…ગીર સોમનાથના તલાલામાં વધુ એક યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*