સુરતમાં ઓટોરીક્ષા ચાલકે 3 વર્ષની બાળકીને કચડી નાખી… માસુમ બાળકીનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

Published on: 12:58 pm, Mon, 23 October 23

સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર ઓટોરિક્ષા ચાલકે ટેમ્પાને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત થયું છે.

ઘટના બની આબાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. વિગતવાર વાત કરીએ તો વહેલી સવારે શંભુ પરમાર નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે ભંગાર વીણીને વેચવા જતો હતો.

આ લોકો મગદલ્લાથી પાંડેસરા જઈ રહ્યા હતા. ત્યારે ઉધના મગદલા રોડ પર ઓટોરિક્ષા અને ટેમ્પા વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર શંભુ પરમારનો પરિવાર ટેમ્પામાં સવાર હતો.

ઓટો રીક્ષાની ટક્કરના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં સંભુ પરમારની ત્રણ વર્ષની દીકરી પૂજા પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ કારણોસર પૂજાનું કરુણ મોત થયું હતું

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માત્ર ત્રણ વર્ષની દીકરીનું મોત થતા જ રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં ઓટોરીક્ષા ચાલકે 3 વર્ષની બાળકીને કચડી નાખી… માસુમ બાળકીનું રિબાઈ રિબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*