ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના બનાવ સતત વધી રહ્યા છે. પહેલા મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસ જોવા મળ્યા હતા અને હવે નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ અટેકના કેસ જોવા મળી રહ્યા છે. સતત વધતી જતી હાર્ટ એટેકની ઘટનાના કારણે ગુજરાતીઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેક આવવાના કારણે નવ લોકોના મોત થયા છે. જેમાં કેટલાક લોકોના તો ગરબા રમતા રમતા હાર્ટએટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે અમદાવાદમાં બનેલી તેવી જેક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગરબા રમતી વખતે એક યુવકને અચાનક જ હાર્ટ એટેક આવે છે અને તે જમીન પર ઢાળી પડે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ પંચાલ હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. રવિ પંચાલ હાથીમણ સર્કલ પાસે આવેલું વૃંદાવન પાટી પ્લોટમાં ગરબા રમવા માટે ગયો હતો. અહીં રવિ પોતાના મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો.
Ahmedabad News: હૈયું ધ્રુજી જાય તેવો વીડિયો: ગરબા રમતા રમતા અચાનક જ ઢળી પડ્યો અમદાવાદનો યુવક, હાર્ટઍટેકના કારણે નિધન#gujaratnews #ahmedabadnews #heartattack #vtvgujarati pic.twitter.com/BGh3k1ILIy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 22, 2023
ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયું હતું. પછી તો ત્યાં હાજર નર્સ અને પોલીસ જવાને રવિને સીપીઆર આપ્યું હતું. પછી રવિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર ડોક્ટરે રવિને મૃત જાહેર કર્યો હતો.
દીકરાના મોત ના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment