સમાચાર

કામ પરથી રજા લઈને ઘરે જતા 23 વર્ષના યુવકનું ટ્રેનની અડફેટેમાં આવી જતા કરુણ મોત… જાણો એવું તો શું બન્યું હશે…

દેશના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં કેટલા લોકો કોઈકની ભૂલના કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે અને ઘણી વખત પોતાની ભૂલના કારણે પણ લોકો ગંભીર અકસ્માતનો શિકાર બનતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાડા બેઠા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવી જતા એક યુવકનું દર્દનાક મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ સોન સિંહ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના શનિવારના રોજ સાંજના સમયે છ વાગ્યાની આસપાસ બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.

મળતી માહિતી અનુસાર સોન સિંહ બહારગામ કામ કરતો હતો. દિવાળી નજીક આવતી હોવાના કારણે તે પોતાના કામ પરથી રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. પોતાના ગામ જવા માટે તેને આગ્રાથી ટ્રેન પકડી હતી.

ત્યારે રસ્તામાં એક સ્ટેશન પર ટ્રેન ઉભી રહે ત્યારે સોનસિંહ પાણી પીવા માટે નીચે ઉતર્યો હતો. જ્યારે તે ટ્રેનમાં ચડી રહ્યો હતો ત્યારે અચાનક જ તેનો પગ લપસી ગયો હતો અને તે ટ્રેનની અડફેટેમાં આવી ગયો હતો. આ કારણોસર તેનું મોત થયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉપરાંત જીઆરપીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા યુવક પાસેથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી અને પછી તેમના પરિવારજનોનો સંપર્ક કરીને ઘટનાની જાણ તેમને કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *