સ્કૂલેથી આવીને મિત્રો સાથે રમવા ગયેલા 9 વર્ષના બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે…સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા છે. મળતી માહિતી અનુસાર એક સ્કૂલ વાહન ચાલકે બાળકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું કરુણ મોત થયું છે. આ દુઃખદ ઘટના ઇંદોરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા બાળકનું નામ આશિષ હતું અને તેની ઉંમર 9 વર્ષની હતી.

આશિષ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યાની આસપાસ પોતાના બે મિત્રો સાથે ઉભો હતો. આ દરમિયાન એક ઝડપી સ્કૂલ વાહન ચાલકે આશિષને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે આશિષ ફંગોળાઈને દૂર જઈને પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.

પછી દીકરા અને ઉપાડીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન આશિષનું મોત થયું હતું. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના કાકાએ જણાવ્યું કે, આશિષ સ્કૂલેથી આવ્યા બાદ પોતાના મિત્રો સાથે ઘરની બહાર રમવા માટે ગયો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. માત્ર નવ વર્ષના દીકરાનું મોત થતા હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*