પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ વિવાદ મામલે વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ

Published on: 4:22 pm, Mon, 13 July 20

બુધવાર ના રોજ રાત્રી ના સમય દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી નો પુત્ર પ્રકાશ કાનાણી અને લેડી કોન્સ્ટેબલ સુનિતા યાદવ વચ્ચે બબાલ નો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપ વાયરલ થતા સમગ્ર રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો. લોકોએ આ લેડી કોન્સ્ટેબલ ને સોશિયલ મીડિયામાં સપોર્ટ આપતા મંત્રી સામે ઊભા રહ્યા હતા. જ્યારે આરોગ્ય મંત્રી મીડિયા સમક્ષ આવતા તેમને આખા વિવાદ ને આયોજક પૂર્વકનું કાવતરું ગણાવ્યું હતું. વધારે મા જણાવ્યું હતું કે થોડાક સમયથી રાજકારણમાં એન્ટ્રી માટે અમુક લોકો કુમાર કાનાણી નું નામ ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. અને જેમાં આ વિવાદ પણ આયોજન પૂર્વકનું કાવતરું જ છે.

આ વિવાદ વચ્ચે નવી એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી . જે ઓડિયો ક્લિપ માં ભાવિન ગજેરા નામના યુવકને ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય આપતા જણાવ્યું હતું કે તે કુમાર કાનાણીના પીએ છે અને તે ગાંધીનગર સેક્ટર 21 માંથી એએસઆઈ વાત કરે છે. ભાવિન ગજેરા નામના યુવકને આ વ્યક્તિએ કુમાર કાનાણી નો વિડીયો ફેસબુક માં અપલોડ કરવા મામલે ધમકી આપતા ઉપરાંત એમને અપશબ્દ કહા હતા. આ યુવકે વળતો જવાબ આપતાં કહ્યું હતું કે તમે FIR ફાડી શકો છો અને મેં કોઈ એવો વિડિયો અપલોડ કરેલ નથી.

આ ઓડિયો ક્લિપ મીડિયા પાસે જતા ખબર પડી કે કુમાર કાનાણી ના નામે અસામાજિક તત્વો લોકોને ડરાવી રહ્યા છે.

Be the first to comment on "પ્રકાશ કાનાણી અને કોન્સ્ટેબલ વિવાદ મામલે વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ"

Leave a comment

Your email address will not be published.


*