સુરતમાં વધી રહેલા કોરોના ના કેસ ને લઈને ટેક્સટાઈલ ઉદ્યોગમાં થઈ રહી છે ફફડાટ , શું ચાલી રહી છે વિચારણા?

Published on: 11:27 am, Mon, 13 July 20

સમગ્ર રાજ્યમાં કોરોના હોટસ્પોટ સુરત બની ચૂક્યું છે. અત્યાર સુધી કોરોના ના કેસો માં અમદાવાદ આગળ હતું પણ થોડાક દિવસથી સૂરતે કોરોના ની કેસની સંખ્યા ને લઈને અમદાવાદની રેસ કાપેલ છે. સુરતમાં વધી રહેલા કોરોના કેસની સંખ્યા ને કારણે ટેકસટાઇલ ઉદ્યોગમાં ભયનો માહોલ સર્જાયો છે. સાત દિવસ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ કરવાને લઈને વિચારણા ચાલી રહી છે.

કાપડ માર્કેટમાં અત્યાર સુધીમાં ૧૦૭૦ લોકો કોરોના માં સપડાયા છે. આગામી સમયમાં વધારે લોકોને ચેપ ન લાગે તે માટે કાપડ ઉદ્યોગ બંધ કરવાને લઈને વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૭૯ કેસ સામેઆવ્યા છે . આમ મળીને રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યા ૪૧૯૦૬ થઈ ગઈ છે અને ૧૩ લોકોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. તેને મળીને રાજ્યમાં ૨૦૪૭ લોકોનું મૃત્યુ પામેલ છે.