કોરોનાવાયરસ થી બચવા માટે હાલમાં ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે . વૈજ્ઞાનિક ગત ૬ મહિનાથી દર્દીઓની બચાવવા માટે ક્યારેક હાઈડ્રો કસિક કલોરોકવિન તો કયારેક બિસીજી ની દવાને યોગ્ય માની રહ્યા છે.પરંતુ તાજેતરમાં થયેલી એક શોધમાં જાણવા મળ્યું છે કે , આ તમામ થી અલગ એક સ્ટેરોઇડ્સની દવા છે કે કોરોનાવાયરસ ના સંક્રમણ ના ગંભીર દર્દી માટે જીવનદાન સાબિત થઈ શકે છે.
તાજેતરમાં જ ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકે પોતાની એક શોધમાં જોયું કે કોરોના દર્દીઓની સારવાર Dexamethasone ખૂબ જ કાર્યશીલ અને સસ્તી દવા છે. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે , સોજો ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતી dexamethasone કોરોનાવાયરસ ના સંક્રમણ માં જોરદાર કામ કરે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોરોનાવાયરસ ની સારવાર માટે ઉપયોગમાં લેવાતી તમામ દવાઓ ઉપર ધ્યાન રાખી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ dexamethasone થી કોરોના ની ની સારવાર દરમ્યાન વધારે સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી. આ આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ dexamethasone સારવાર માટે સુરક્ષિત દવા ગણાવી છે.