ગુજરાતમાં લાગુ થઈ શકે છે લોકડાઉન , વિજય રૂપાણીએ શું કરી મહત્વ જાહેરાત ?

ગુજરાતમાં 30 જુલાઈ સુધી લોકડાઉન જાહેર થઈ શકે છે એવા સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.વાયરલ સમાચાર પ્રમાણે રાજ્યમાં ખૂબ જ જલ્દી ફરીથી લોકડાઉન લાવવામાં આવશે જો કે ગુજરાત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ સમાચાર તદ્દન ખોટા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી . મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી એ મુખ્યમંત્રી વતી સ્પષ્ટ કર્યું છે કે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે રાજ્યના કલેકટર સાથે રાજ્યમાં ફરી લોકડાઉન ની કોઈ ચર્ચા કરેલ નથી.

કેન્દ્ર સરકારના પીઆઈબી દ્વારા આ અફવા અંગેનો એક સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવ્યો છે કે જેમાં લખ્યું છે કે, રાજ્યમાં કોરોના નું સંક્રમણ ભયંકર રીતે અને ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પર હવે ફરીથી લોકડાઉન અંગે વિચારી રહી છે. આ અંગે સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થાય તેવી સંભાવનાઓ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*