ફરી એકવાર સરકાર આપશે મોટી ખુશખબર,પેટ્રોલ-ડીઝલ થઈ શકે છે આટલું સસ્તું

કેન્દ્ર સરકારે દિવાળીના દિવસે પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ ડયુટી ઘટાડીને લોકોને રાહત આપી હતી. મોટા ભાગના રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે પરંતુ હજુ પણ દેશમાં પેટ્રોલની કિંમત સો રૂપિયા પ્રતિ લીટર ની આસપાસ છે.

અમેરિકામાં પણ પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી લોકો પરેશાન થઇ રહ્યા છે.અમેરિકાની સાથે ચીન પણ ઇમર્જન્સી ઓઇલ બહાર પાડવા પર વિચાર કરી રહ્યું છે.જો આ દેશો તેમના વ્યૂહાત્મક તેલ ભંડારને મુક્ત કરે છે, તો તે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

ઓક્ટોબર મહિનાના અંતમાં ફૂડ ઓઈલ ની કિંમત 85$ ને પાર થઈ ગઈ હતી જે 2014 પછી સૌથી વધુ હતી. તાજેતરમાં તે નરમ પડ્યો છે અને લગભગ 80$ છે જો દેશની સરકારી કંપનીઓની વાત કરવામાં આવે તો તેમની તરફથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પર નિર્ભર કરે છે. તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થવાનો ટ્રેન્ડ આજે પણ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*