મહેસાણા-પાલનપુર હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું, ટેન્કરમાંથી ગેસ લીકેજ…

Published on: 11:50 am, Sun, 21 November 21

મહેસાણા પાલનપુર હાઈવે પર બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં એક ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર રાત્રી દરમિયાન હાઈવે રોડ પર એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું.

ત્યારે ટેન્કર રોડની સાઈડમાં પલટી ખાઈ ગયું હતું. જેના કારણે ટેન્કર ની અંદર ભરેલો ગેસ લીકેજ થયો હતો અને હાઈવે રોડ પર અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ટેન્કર કયા કારણોસર પલટી ખાઇ ગયો હતો તેનું હજુ કોઈ કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત મહેસાણા પાલનપુર પર આવેલા મકતુંપુરાના પાટીયા પાસે રાત્રી દરમિયાન બન્યો હતો. ટેન્કર પાલનપુર થી અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક ટેન્કર રોડની સાઇડમાં પલટી ખાઈ ગયું હતું.

જેના કારણે ટેન્કની અંદર રહેલો ગેસ લીકેજ થઈ ગયો હતો. ગેસ લીકેજ થતા તંત્ર દ્વારા હાલમાં તો ટ્રાફિક ડાયવટ કરવાની ફરજ પડી છે. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને અકસ્માતના કારણે આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.

હાલમાં તો ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે. આ ઘટના બનતા જ તંત્રએ ઘટનાસ્થળેથી દૂર રહેવાની લોકોને ચેતવણી આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!