ભાજપ માટે માઠા સમાચાર,ચૂંટણી નજીક આવતા જ ભાજપના 31 હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામાં

Published on: 10:35 am, Sun, 21 November 21

જૂનાગઢ માંગરોળ માં ધારાસભ્ય ની ચૂંટણી નજીક આવતાંની સાથે જ રાજકારણ ગરમાયુ છે.31 જેટલા અનુસૂચિત જાતિના ભાજપના હોદ્દેદારો સહિત માંગરોળ અનુસૂચિત જાતિના તમામ લોકોના ભાજપમાંથી રાજીનામા પડ્યાં છે. માંગરોળ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ના ઉમેદવારનું નિધન થતાં પેટાચૂંટણી જાહેર થઇ હતી.

જેમાં સ્થાનિક વોર્ડ નંબર 9 ના લોકો દ્વારા બિન હરીફ ચૂંટણી જાહેર કરવાની વાતો થતાં છેલ્લા દિવસે સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ ભરવાનું કહેતા અનુસૂચિત જાતિ સમાજ નારાજ થયો છે અને ભાજપમાંથી તમામ લોકોએ રાજીનામું આપ્યું છે.

પાટીદાર સમાજને અલગ-અલગ સંસ્થાઓના વિવાદો વચ્ચે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે કે વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનુ વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખજો અને તે માટે સમાજમાં એકતા જરૂરી છે.

સંગઠન અને એકતા તો દેશમાં માન-સન્માન મળશે.માટે સમાજે જરૂર પડે એકતા બતાવવા પાછી પાની ન કરવી જોઈએ.કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં નવનિર્મિત માં ઉમિયા ધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરના ભૂમિપૂજન સમારોહ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી અને આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમને નિવેદન આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!