ગુજરાત રાજ્યમાં ફરી એક વખત લોકડાઉન ને લઈને સરકારે કર્યુ સ્પષ્ટીકરણ, આખરે સરકારે કર્યો ખુલાસો

Published on: 9:31 pm, Thu, 24 September 20

ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોના ના કેસ ની વચ્ચે સોશિયલ મીડિયા પર એ વાતનું ચર્ચા નું જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, ગુજરાત રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે. રાજ્યમાં 24 નવેમ્બરથી 4 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ફરી લોકડાઉન થઈ શકે છે.

આ અંગે સરકારે નવું જાહેરનામું બહાર પાડી શકે છે એવા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ મુદ્દે રાજય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી કોઈ લોકડાઉન ની સંભાવના નથી.ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી લોકડાઉન ની અફવાએ જોર પકડ્યું છે.

આ અંગે નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્પષ્ટતા કરી હતી કે કોઈએ લોકડાઉન અંગેની અફવાથી ભરમાવું નહીં. સાથે સાથે ગુજરાતમાં ધંધા-રોજગાર સારી રીતે ચાલી રહ્યા છે.

લોકડાઉન ની કોઈ શક્યતા નથી તેમ જણાવી નીતિન પટેલે લોકોને અફવા નહીં ફેલાવવા અપીલ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!