ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કરવામાં આવી આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

Published on: 9:14 pm, Thu, 24 September 20

 સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ સાંજે હળવો વરસાદ પડી શકે છે.આ સમય દરમ્યાન સાવરકુંડલા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

પીપરડી, ધોબા ગામે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં સતત વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે.હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી,ભાવનગર,મોરબી,દ્વારકા, પોરબંદર,ગીર સોમનાથ માં વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતના નર્મદા,સુરત, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતો અને કેટલાક શહેરોમાં પૂર ની સંભાવના થઇછે તેથી લોકોને ભારે નુકસાની ભોગવવી પડી છે.

અમદાવાદ , વડોદરા, મહેસાણા ,નડિયાદ ,ખેડા ,આણંદ, સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભારે વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત કરવામાં આવી આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર"

Leave a comment

Your email address will not be published.


*