બીપીએલ કાર્ડધારકો માટે આવ્યા મહત્વના સમાચાર, દુકાનદાર સાથે આ કરશે તો…

339

સરકાર દ્વારા બીપીએલ એનએફસેના કાર્ડ ધારકોને ઘઉં ચોખા ઉપરાંત એક કીલો ચણા કે ચણાની દાળ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કાર્ડધારકોને જુલાઈથી આ લાભ આપવાનો હતો જે મોડે મોડે 21 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે જુલાઈ ઓગસ્ટ ના ચણા કે ચણાની દાળ ભેગા એટલે કે બે કિલો આપવામાં આવશે.

જોકેબાદમાં રાજ્ય સરકારે દુકાનદારોને સૂચના આપી હતી કે કાર્ડ ધારકોને એક સામટા બે કિલો ને બદલે એક કીલો ચણા કે ચણાની દાળ આપવી. બાબતોની જાણ કેટલા ગ્રાહકોને ન હોવાથી દુકાનદારોને ગ્રાહકો સાથે કેટલીક વખત તકરાર થાય છે. દુકાનદારો ને બે કિલો લેખે માલ આપવામાં આવ્યો છે .

એક કિલો લેખે વિતરણ કરવામાં આવ્યો હોવાથી ગ્રાહકોને એક કીલો ચણા અથવા ચણાની દાળ આપવામાં આવશે. આમા કેટલાક ગરીબ અને નિરક્ષર લોકોને આ વિશે માહિતી ન હોવાથી તેઓ દુકાનદારો સાથે રકઝક થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પાંચ મહિના એટલે કે દિવાળી સુધી આ લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!