દેશમાં ફરી લોકડાઉન ને લઈને વાયરલ થયેલા મેસેજ પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન.

Published on: 9:26 am, Fri, 25 September 20

સમગ્ર દેશભરમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે. આ ખરાબ પરિસ્થિતિ શરૂઆતમાં જ ભારતે સંક્રમણ ને અટકાવવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન લાગુ કર્યું હતું. જોકે ત્યાર બાદ દેશના અર્થતંત્રને ભારે મોટો ઝટકો મળતા અર્થતંત્રને પાટે ચડાવવાનું સરકાર માટે જરૂરી બની ગયું હતું. અનલૉક હેઠળ તબક્કાવાર લોકોને છૂટછાટ આપવામાં આવી હતી. દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના ના કેસો વધતા સ્વયંભૂ લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે.

ગૃહમંત્રાલયના આદેશ મુજબ કોઈપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન જાહેર કરી શકશે નહીં.સમગ્ર દેશની જનતા વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે દેશના કેટલાક વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે, આ વાત બિલકુલ સાચી છે.

સ્વયંભૂ લોકડાઉન એટલે દેશ પણ લોકડાઉન તરફ છે એવું આપ માનશો નહીં.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ દેશ કે કોઈપણ રાજ્ય માં કોઈપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી. સરકાર આ અંગે અનેક વખત સ્પષ્ટ કરી ચૂકી છે.

કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઈપણ રાજ્ય ગૃહ મંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન જાહેર કરી શકશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દેશમાં ફરી લોકડાઉન ને લઈને વાયરલ થયેલા મેસેજ પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*