ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના વાગ્યા પડઘમ! ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે બરોબરી નો જંગ

Published on: 10:00 am, Fri, 25 September 20

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. નવેમ્બર મહિનાના અંતમાં આ ચૂંટણી યોજાઈ શકે છે. હાલમાં જાણવા મળ્યું છે કે આ તારીખો ની તૈયારીઓ જોકે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મનપાની ચૂંટણી ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.22 થી 23 નવેમ્બર વચ્ચે ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યમાં ચૂંટણી વિભાગે આ અંગે તૈયારીઓ શરૂ કરી છે.

ચૂંટણી પંચ 20 થી 30 ઓક્ટોબરની વચ્ચે જાહેરાત કરી શકે છે. 31 જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં યોજાશે. 231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે યોજાશે. તો રહી વાત 55 નગરપાલિકાની તો તે પણ નવેમ્બરના અંતમાં યોજાશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ પોતાનું નવું પ્રદેશ માળખું જાહેર કરશે એટલું જ નહીં પરંતુ આ અંગે ચૂંટણી નો પ્રચાર અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ વચ્ચેસંક્રમણ માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થશે ચૂંટણીની  મહાજગ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!