મંદિરેથી પરત ફરતી વખતે રસ્તામાં ભાઈ અને બહેનને એકસાથે કાળ ભરખી ગયો, બંનેની એકસાથે અર્થી ઉઠતા લોકો ચોધાર આંસુએ રડી પડ્યા…

Published on: 11:00 am, Tue, 7 June 22

મિત્રો હાલના સમયમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણમાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. ત્યારે થોડાક દિવસ પહેલા બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ભાઈ અને બહેનનું એક સાથે કરૂણ મૃત્યુ થયું છે. આ ગંભીર અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુંગેરના દિન દયાલ ચોક પાસે રહેતા વેપારી યુવાન અને તેની બહેનો અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલા વેપારી યુવાનનું નામ અમને કુમાર અને તેની બહેનનું નામ રાખી કુમારી હતું. બંનેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. એક સાથે ભાઈ અને બહેનનું મૃત્યુ થતાં અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. સોમવારના રોજ અમન નામનો યુવાન પોતાની પત્ની મોનિકા, દીકરી અનીકા, બહેન રાખી અને સાળા મનીષ સાથે દેવઘર ઊંઝામાં ગયા હતા.

મંગળવારના રોજ મોડી રાત્રે તેઓ બલેનો કાર લઈને દેવરથી મુંગર આવી રહ્યા હતા. બુધવારના રોજ લગભગ રાત્રે બે વાગ્યાની આસપાસ રસ્તા પર પડેલા રેતીના ઢગલા પરથી કાર પસાર થાય હતી. જેના કારણે કાર બેકાબુ થઈને ઝાડ સાથે અથડાઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પરિવારને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડી લેવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં સારવાર દરમિયાન અમન અને તેની બહેન રાખીનું મૃત્યુ નીપજયું હતું. એક સાથે બહેન અને ભાઈનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બંનેની અંતિમ યાત્રામાં હાજર લોકો રડતા રડતા કહેતા હતા કે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!