અલ્ટો કાર અને બોલેરો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો, 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…

Published on: 11:22 am, Tue, 7 June 22

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનાપન્ના જિલ્લાના બ્રિજપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ પહારીખેડા ચોકી પાસે બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં સવાર લોકો યુપીના રહેવાસી હતા. આ અકસ્માતની ઘટનામાં અલ્ટો કારમાં સવાર ચાલક વિનય ગુપ્તા, મમતા ગુપ્તા, હરિશંકર ગુપ્તા અને વિરેન્દ્ર ગુપ્તાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ અકસ્માતની ઘટનામાં બોલેરો કાર ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જ્યારે અકસ્માતમાં સાયકલ સવાર અમિત નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનામાં આ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાંથી 5 લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને ભુક્કો થઈ ગયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઘટના સ્થળે પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બનતા જ પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અલ્ટો કાર અને બોલેરો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો, 6 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા…"

Leave a comment

Your email address will not be published.


*