વિદ્યાર્થિનીએ ટ્રેન સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું, વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

Published on: 10:36 am, Tue, 7 June 22

સમગ્ર દેશભરમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે સોમવારના રોજ સાંજે એક વિદ્યાર્થીનીએ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના ગોરખપુરના ચૌરીચૌરામાં બની હતી. ઘટના બન્યા બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસને તપાસ દરમિયાન યુવતી પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં યુવતીએ લખ્યું હતું કે, મુશ્કેલીભર્યા જીવનના કારણે તેણે આ પગલું ભર્યું છે. આમાં મારા માતા-પિતાનો દોષ નથી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.  મૃત્યુ પામેલી યુવતીનું નામ અંકિતા સિંહ હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તે ગોરખપુર ને એક ખાનગી હોસ્પિટલમાં JNMનો અભ્યાસ કરતી હતી. સોમવારના રોજ સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ અંકિતા રેલવે ટ્રેક પર પહોંચી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી માલગાડી સામે કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

જેના કારણે અંકિતાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. અંકિતાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે અંકિતાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું.

અંકિતા પાસેથી સુસાઇડ નોટ મળ્યું હતું તેમાં અંકિતાએ ઉલ્લેખ કર્યો હતો કે, હું જીવન નથી ખૂબ જ પરેશાન થઈ ગઈ છું તેના કારણે પોતાનું જીવન ટુંકાવ્યું છું. મારા માતા પિતાનો કોઈ પણ પ્રકારનો દોષ નથી. પોલીસે સુસાઈટ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાની જાણ મૃતક અંકિતાના પરિવારજનોને કરી હતી. અંકિતાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!