ભાજપના સ્થાપના દિવસે જ ગુજરાત પ્રદેશ ભાજપે ભાંગરો વાટયો, જનતા બોલી, આમાં અમારે શું સાચું માનવું ?

255

ભાજપનો આજરોજ સ્થાપના દિવસ છે અને જેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે.41 મો સ્થાપના દિવસ છે પરંતુ પ્રદેશ ભાજપ જાણે કે એક વર્ષ આગળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે પ્રદેશ ભાજપ આઇ ટી સેલ ના કહેવા મુજબ 42 મો સ્થાપના દિવસ છે.

રાષ્ટ્રીય ભાજપ દ્વારા પ્રધાનમંત્રી મોદી ના પોસ્ટર સાથે પોસ્ટર શેર કરી જેમાં 41 મો સ્થાપના દિન કહેવામાં આવે છે પરંતુ પ્રદેશ ભાજપ 42 મો સ્થાપના દિવસ કહી રહ્યું છે.

હદ તો ત્યારે થઇ રહી છે કે ફોટો કેપ્શનમાં 41 મો સ્થાપના દિવસ કહેવામાં આવી રહ્યો છે પરંતુ પોસ્ટરમાં 42 મા સ્થાપના દિવસ ના પોસ્ટર બનાવી પોસ્ટર કરવામાં આવી રહ્યા છે.

પોસ્ટ જોનારા કનફ્યુઝ થઈ રહ્યા છે કે ખરેખર 41 મો સ્થાપના દિવસ છે કે 42 મો સ્થાપના દિવસ છે. સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે રાષ્ટ્રીય બીજેપી નું આઇટી સેલ સાચું કે પ્રદેશ ભાજપ આઇ ટી સેલ?

આઈટી સેલ સમયાંતરે આ રીતે ભાંગરો વાટતું રહે છે. થોડા સમય અગાઉ ટ્વીટ બેંક બનાવી ભાજપ દ્વારા તાત્કાલિક AMC કમિશનર વિરુદ્ધ પોસ્ટ વાઇરલ કરી હતી.

સાથે મીડિયાને પણ ટાર્ગેટ કરતી એક જ સરખી પોસ્ટ શેર કરવામાં આવી હતી. એટલે કે જેમ ઝુંડમાં પોસ્ટ વાઇરલ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!