ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ની બેઠકમાં જાણો શું લેવાયો મોટો નિર્ણય ? કોંગ્રેસને ભાજપ કરતા આ પાર્ટીની વધારે બીક.

Published on: 3:18 pm, Tue, 6 April 21

કોંગ્રેસ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી અને મોરવા હડફ વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી માટે સંકલન સમિતિની બેઠક બોલાવાઈ હતી. સોમવારે મળેલી કોંગ્રેસની બેઠકમાં ભાજપ કરતાં આમ આદમી પાર્ટીની ચર્ચાઓ વધારે થઈ રહી હતી.

અને આમ આદમી પાર્ટીને સુરતમાં મળેલી સફળતાથી કોંગ્રેસના નેતાઓ અકળાયેલા છે અને આ બેઠકમાં તેમને બળાપો કાઢયો હતો.આમ આદમી પાર્ટી ઉપરાંત.

ઓવેસી ની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતેહાદ એ મુસ્લિમન ની ચર્ચા પણ ગુજરાત કો-ઓર્ડિનેશન કમિટીની બેઠકમાં વધારે થઈ રહી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓવેસીની પાર્ટી ને મળેલી સફળતા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. આ બેઠકમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધારે સફળ ન થવા દેવા અંગે રણનીતિ ઘડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

અને 2022 ની વિધાનસભામાં આમ આદમી અને AIMIM ને અટકાવવાની રણનીતિ ઘડવા નક્કી કરાયું હતું.સોમવારે પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કો-ઓર્ડિનેશન કમિટીની મીટિંગ મળી હતી.

બેઠક પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને મધુસૂદન મિસ્ત્રીએ પત્રકારો સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ બેઠકમાં ગાંધીનગર કોર્પોરેશન અને મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ની બેઠકમાં જાણો શું લેવાયો મોટો નિર્ણય ? કોંગ્રેસને ભાજપ કરતા આ પાર્ટીની વધારે બીક."

Leave a comment

Your email address will not be published.


*