રાજકોટ શહેરમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે આવ્યા મોટા સમાચાર.

275

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં તમે રાજકોટથી મુસાફરી કરવાનું વિચારી રહ્યો છે તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રાજકોટ એસટી બસમાં મુસાફરી કરતા લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ એસટી બસ પોર્ટમાં કોરોના વિસ્ફોટ થયો હોવાનું સામે આવી રહ્યું છે. એસટી બસપોર્ટ સ્ટેન્ડ ઇન્ચાર્જ, બે સુપરવાઇઝર અને છ ડ્રાઈવર-કન્ડક્ટર કોરોના ની ઝપટમાં આવ્યા છે.

ત્યારે તમામ કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થતા હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ટકોર પણ કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધારે કેસો રાજ્યના મહાનગરોમાં થી આવી રહ્યા છે.

અને તેમાં પણ સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં સૌથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે.નોંધનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લા છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસ ની સંખ્યા 300 ના આંકડાને પાર પહોંચી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 283 કેસ જ્યારે ગ્રામ્ય માં 28 કેસ મળી કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા 311 ને પાર પહોંચી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!