અરર આ શું..! અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં હતું કે આખી હોસ્પિટલમાં…

Published on: 4:59 pm, Wed, 21 December 22

અમદાવાદમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની એક હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક 30 વર્ષની મહિલાનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા આજ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

મળતી માહિતી અનુસાર ઓપરેશન થિયેટરના એક કબાટની અંદર મહિલાનું મૃતદેહ છુપાવી રાખવામાં આવ્યું હતું. આ યુવતી નજીકના વિસ્તારમાં રહેતી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આ યુવતી કોણ છે અને એનું મૃત્યુ કયા કારણ અસર થયું તેની તપાસની કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી અનુસાર અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી એક હોસ્પિટલની અંદર ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હતી. જ્યારે આ વાસ ક્યાંથી આવે છે. તેની તપાસ કરવામાં આવી ત્યારે ઓપરેશન થિયેટરની અંદર આવેલા એક કબાટની અંદરથી એક મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું.

અંદાજે આ મહિલાની ઉંમર 28 થી 30 વર્ષની છે. આ મહિલા અહીંયા કેવી રીતે આવી તે જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે મહિલાનો જીવ લઈને તેના મૃતદેહને કબાટમાં નાખવામાં આવ્યું હશે. હોસ્પિટલની અંદરથી મૃતદેહ મળી આવતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાનું નામ ભારતી વાળા હતું. ભારતીએ ડ્રગ્સનો ઓવરડોઝ અથવા તો કોઈએ ઇન્જેક્શન આપીને ભારતીનો જીવ લીધો હશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ભારતી હોસ્પિટલના એક સંપર્કમાં હતી.

હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે. જો આ યુવક પકડાયો તો ઘણા બધા ખુલાસાઓ ઘટનાને લઈને થઈ શકે છે. અને ભારતીનું મૃત્યુ કયા કારણોસર થયું તેનો પણ ખુલાસો થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરર આ શું..! અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું, મૃતદેહ એવી હાલતમાં હતું કે આખી હોસ્પિટલમાં…"

Leave a comment

Your email address will not be published.


*