મહેશભાઈ સવાણીના દિલમાં દીકરીઓ માટે પ્રેમ તો જુઓ..! સુરતમાં 2 મહિનાની ત્યજી દેવાયેલી બાળકી માટે મહેશભાઈ સવાણીએ કંઈક એવું કહ્યું કે…જુઓ વિડિયો…

મિત્રો તમે બધા સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને તો જરૂર ઓળખતા હશો. મહેશભાઈ સવાણી હંમેશા પોતાના સેવાકીય કાર્યના કારણે ચર્ચામાં રહેતા હોય છે. મહેશભાઈ સવાણી ને હજારો દીકરીના પાલક પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધીમાં મહેશભાઈ સવાણીએ પિતા વગરની અનાજ દીકરીઓના લગ્ન કરાવીને તેમનું કન્યાદાન કર્યું છે.

મહેશભાઈના સેવાકીય કાર્યની ચર્ચાઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ થાય છે. ત્યારે હાલમાં મહેશભાઈ એક દીકરી માટે કંઈક એવું કામ કર્યું છે કે સાંભળીને તમે પણ મહેશભાઈના વખાણ કરતા નહીં થાકો. મીડિયા રિપોર્ટ અનુસાર સુરત શહેરમાં થોડાક દિવસ પહેલા અડાજણ વિસ્તારમાં આવેલા કેબલ બ્રિજ પાસે એક પતિ પત્ની 2 મહિનાની માસુમ બાળકીને મૂકીને ચાલ્યા ગયા હતા.

ત્યાંથી પસાર થતા લોકોની નજર બાળકી ઉપર પડતા તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં આઇસીઓમાં રાખીને સી ટીમ દ્વારા બાળકીની દેખરેખ કરવામાં આવી છે.

આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકીના માતા પિતાની શોધખોળ શરૂ કરી દીધી છે. આ વાતની જાણ હજારો દીકરીના પાલક પિતા એવા મહેશભાઈ સવાણીને થઈ હતી.

ત્યાર પછી મહેશભાઈ સવાણીએ તાત્કાલિક નિર્ણય લઈને આ બાળકીને પી.પી.સવાણી ટ્રસ્ટ દ્વારા દત્તક લેવાની તૈયારી બતાવી છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે જો સરકાર સરકાર તરફથી અમને મંજૂરી મળશે તો અમે માસુમ બાળકીને દતક લેવા માટે તૈયાર છીએ. મહેશભાઈ વધુમાં જણાવ્યું કે જો બાળકીના માતા પિતા મળી જાય તો પણ બાળકીને તેને સોંપી ન જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Kem Chho Surat (@kemchhosurat)

મિત્રો તમને જણાવી દે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી સતત આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. આ ઘટના બન્યા બાદ લોકોએ બાળકીના માતા પિતા સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે. મિત્રો તમે જ કહો કે આવા માં-બાપને શું સજા મળવી જોઈએ. તમારો જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*