અરે બાપ રે..! ખેડૂતના મોત બાદ તેનો દીકરો પિતાનું ખાતું બંધ કરાવવા બેંકે ગયો અને મેનેજરે આપી દીધા 15 લાખ રૂપિયા,જાણો સમગ્ર કિસ્સા વિશે…

Published on: 1:18 pm, Sun, 5 February 23

આપણે જાણીએ જ છીએ કે આજના ટેકનોલોજીના સમયમાં બધા પાસે બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે. આજના સમયમાં ખરેખર લોકો રોકડ કરતા બેંક દ્વારા નાકીય વહીવટ કરવાનું પસંદ કરે છે. આજે અમે તમને મધ્યપ્રદેશના પાટનની state bank of india માં એક ખેડૂતના મોત બાદ પરિવાર ખાતું બંધ કરાવવા માટે આવ્યો ત્યારે બેંક દ્વારા

ખેડૂત પરિવાર 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ ખાસ વાત તો એ છે કે ખેડૂતના પરિવારને આ પૈસા વિશે કંઈ જાણ ન હતી અને તેમને ખ્યાલ જ ન હતો કે બેંકે પંદર લાખ રૂપિયા જેટલી રોકડ રકમ શા માટે આપી.??! તમને પણ જાણવાની ઈચ્છા થતી હશે કે બેંક દ્વારા આ ખેડૂત ના પરિવારને 15 લાખ રૂપિયા શા માટે આપ્યા?!! શું

બેન્ડ દ્વારા ખેડૂતોના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવી??! ના, એવું નથી. તમને જણાવી દઈએ કે ખેડૂતે જીવન વીમા તરીકે 15 લાખની પોલિસી લીધી હતી. પાટન જનપદ ગ્રામ માંદા માં રહેતા મૃત્યુ પામેલ ખેડૂત જનવેશ કુમારે 15 લાખ રૂપિયાની પોલીસી લીધી હતી પરંતુ તેમના પરિવારજનો કે તેમના પોતાના જ દીકરાને આ વાતની

જાણ ન હતી. દરેક બાપ પોતાના દીકરા માટે સારું જ ઇચ્છતો હોય છે ત્યારે આ ખેડૂતે પણ પોતાના મૃત્યુ બાદ દીકરાને સહાયક ભાગરૂપે જીવનને વિમાની પોલીસી દ્વારા પિતૃત્વ નિભાવ્યું.જાણકારી અનુસાર ખેડૂતે બેંકમાંથી 1800 રૂપિયામાં 15 લાખ રૂપિયાની પોલીસી લીધી હતી. થોડા સમય પહેલા જનવેશકુમાર નામના આ ખેડૂતનું અગાસી પર કામ કરતા સમયે લપસી પડવાથી મોત થયું હતું. ખાસ વાત તો એ છે કે મૃત્યુ બાદ પરિવારજનોને જાણ ન હતી કે

15 લાખ રૂપિયાની પોલીસી તેઓના પિતાએ લીધી છે. બેંકની ડોક્યુમેન્ટ પ્રોસેસ પૂરી થતાં બેંકે દીકરાને 15 લાખ રૂપિયાનો ચેક આપી દીધો. એટલું જ નહીં પરંતુ પિતાએ દીકરાને નોમીની તરીકે રાખ્યો હતો.આ ખેડૂતનું મૃત્યુ થયા બાદ દીકરો પોતાના દાદા સાથે બેંકમાં ખાતું બંધ કરાવવા માટે આવ્યો ત્યારે બેંકમાં આવ્યા બાદ તેઓને જાણકારી મળી કે તેમના પિતાએ 15 લાખ રૂપિયાની પોલીસી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો