ગાંધીનગરમાં બસ સ્ટેન્ડ નજીક રોડની ડિવાઈડર ને જોરદાર કાર અથડાતા પલટી મારી ગઈ અને પાંચ મિત્રોમાંથી એક મિત્રનું ઘટના સ્થળે મોત…

Published on: 1:56 pm, Mon, 6 February 23

આપણી સમક્ષ ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે. જેનાથી ક્યારેક કોઈકનો પરિવાર વિખેરાઈ જતો હોય છે હાલ આપણી સમક્ષ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીનગરના સેક્ટર 28 29 બસ સ્ટેન્ડ નજીક તોડી પલટી ખાઈ ગઈ હતી. જેનાથી કારમાં સવાર પાંચ મિત્રો પૈકી એકનું શરીર એક ગંભીર ઇજાવ થવાથી ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોતની નીપજ્યું હતું.

ચાર મિત્રોને વધતી ઓછી એ જાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આ ઘટના અંગે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં ગાંધીનગર ના માણસાના બીલોદરા ગામ નો મૂળ વતની કૃણાલ કે જે તેના માસાના ઘરે પેથાપુર સ્વર્ગ સ્વપ્ન ફ્લેટમાં રહી સમર્પણ કોલેજમાં એફવાયબીના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો હતો.જે પોતાના ચાર મિત્રો સાથે વહેલી સવારે દોડવા માટે જવાનું નક્કી કરી છુટા પડ્યા હતા. જ્યારે તેઓ i20 કાર માં ગાંધીનગર દોડવા માટે નીકળ્યા હતા એ વેળાએ તેમની ગાડી રોડની ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય મિત્રો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ તેમના પરિવારને થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો અને પાંચ પૈકી ચારને ગંભીર ઇજાઓ તથા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ સમગ્ર ઘટના અંગે સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો