ઓ..બાપા..! વાળ કાપતી વખતે અચાનક જ હેર ડ્રાયર ફાટ્યું, પછી તો કંઈક એવું બન્યું કે… જો હિંમ્મત હોય તો જ આખો વિડિયો જોજો…

Published on: 5:47 pm, Tue, 16 May 23

Viral video: હાલમાં સોશિયલ મીડિયા પર એક કાળજુ કંપાવી દેતી ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં એક વાળ કપાવવાની દુકાનમાં કાંઈક એવું બન્યું કે વિડીયો જોઈને તમારા ટાંટિયા ધ્રુજી જશે. આજકાલ ઈલેક્ટ્રીક વસ્તુઓનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. પરંતુ અમુક વખત ઇલેક્ટ્રીક વસ્તુઓ જીવલેણ સાબિત થતી હોય છે. ત્યારે આ ઘટનામાં કંઈક એવું જ બન્યું છે.

આ ઘટનામાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ દુકાનમાં વાળ કપાવવા માટે બેઠો છે. આ દરમિયાન વાળંદ પોતાના હાથમાં હેર ડ્રાયર લઈને ગ્રાહક પાસે પહોંચે છે. ત્યાર પછી વાળંદ હેર ડ્રાયરની પીન પ્લગ ચડાવે છે અને સ્વીચ ઓન કરે છે. ત્યાર પછી હેર ડ્રાયર માંથી ગરમ હવા આવે છે કે ઠંડી હવા આવે છે તે વાળંદ ચેક કરે છે.

ચેક કર્યા બાદ વાળંદ જ્યારે ગ્રાહકના વાળ હેર ડ્રાયરથી સરખા કરવા જાય છે. જ્યારે વાળંદ હેર ડાયરની સ્વીચ દબાવે છે, ત્યારે અચાનક જ હેર ડ્રાયરમાં મોટો ધડાકો થાય છે. જેના કારણે વાળંદ અને વાળ કપાવવા બેઠેલો વ્યક્તિ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા. જોરદાર ધડાકો થયા બાદ દુકાનમાં આગ લાગી જાય છે. ઘટનામાં દુકાનમાં હાજર બંને વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ ગયા હતા.

આગની જ પેટમાં આવી જવાના કારણે બંને પીડાથી બૂમાબૂમ કરે છે. ત્યાર પછી બંને વ્યક્તિઓ સાથે શું થયું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. વિડિયો ક્યાંનો અને કયા સમયનો છે તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે દુકાનમાં હાજર બંને વ્યક્તિઓ આ ઘટનામાં ગંભીર રીતે દાઝ્યા હશે.

સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ame_comedy_42 નામના એકાઉન્ટ પર મૂકવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે.

વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે, ચાઇનાની પ્રોડક્ટ ન વાપરવી જોઈએ ઘણી વખત ચાઇનાની પ્રોડક્ટ જીવલેણ બની શકે છે. મિત્રો તમને પણ એક સૂચના છે કે કોઈપણ ઈલેક્ટ્રીક વસ્તુ ખરીદો તો તે સારી ગુણવત્તાવાળી ખરીદજો નહીંતર તમારો જીવ પણ આવી રીતે જોખમમાં મુકાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો