પાલીતાણામાં નરાધમ જીપ ચાલકે રસ્તા પર બેઠેલી ગાય માતાનો જીવ લેવાનો પ્રયાસ કર્યો…વીડિયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 6:44 pm, Tue, 16 May 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક નરાધમ જીપ ચાલકે રસ્તા પર શાંતિથી બેઠેલી ગાય માતા સાથે કંઈક એવી હરકત કરી કે વીડિયો જોઈને તમે પણ ગુસ્સામાં લાલચોળ થઈ જશો. આ કિસ્સો પાલીતાણા(Palitana) માંથી સામે આવી રહ્યો છે.

જેમાં તમે જોઈ શકો છો કે એક જીપ ચાલક રસ્તા ઉપર બેઠેલી ગાય માતા ઉપર ગાડી ચઢાવવાનો અને ગાય માતાને ઘસડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમગ્ર દ્રશ્યો ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. વિડીયો વાયરલ થતાં જ ગૌ પ્રેમીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાના વાયરલ લઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, રોડની કિનારે બે ગાય બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન ત્યાં ઉભેલી જીપ ચાલક અચાનક જ પોતાની જીપ આગળ વધારે છે. જીપ ચાલક ત્યાં આગળ બેઠેલી ગાય પર જીપ ચડાવી દે છે. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે જીપર ચાલક જાણી જોઈને ગાય માતાને કચાડવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગાય માતાને થોડીક દૂર સુધી રોડ ઉપર ઘસડીયા બાદ જીપ ચાલક ગાડી રિવર્સ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. ઘટનાનો વિડીયો વાયરલ થતા જ ગાયના માલિકે જીપ ચાલક વિરુદ્ધ પાલીતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહ્યો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો કહે રહ્યા છે કે આવા વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ. મિત્રો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે જ કહો કે આવા વ્યક્તિઓ સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો