આવો અદભુત વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય..! કેમેરામાં કેદ થયો નાગ-નાગિનના મિલનનો દુર્લભ વિડિયો… જોઈ લો આ વિડીયો…

Published on: 6:57 pm, Tue, 16 May 23

Naag Naagin Viral Video: સોશિયલ મીડિયા પર આપણે ઘણા વીડિયો જોયા હશે, જેમાં નાગ નાગણના(Nag-Nagin) પણ વીડિયો જોયા હશે. ફિલ્મો અને સીરીયલો માં પણ નાગ નાગણને મિલનની ઘણી વાતો સાંભળતા હશો. પણ હવે રાજસ્થાનના ચિત્તોડગઢ ના કપાસન વિસ્તારમાં એક ખેતરમાં કોબ્રાની જોડી મિલન કરતી જોવા મળી હતી.

બંને સાપ ની લંબાઈ 7 થી 8 ફૂટ જેટલી છે, કહેવાય છે ને કે નાગ નાગણ ની જોડી નું મિલન શુભ માનવામાં આવે છે. સાથે એવું પણ કહેવાયું છે કે નાગ નાગણનું મિલન સારો વરસાદ આવવાની આગાહી દર્શાવે છે, હાલ આવું જ એક વીડિયો સામે આવ્યો છે. એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું કે, તેઓ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા.

ત્યારે અચાનક તેમને જાડીમાં સુકા પાંદડાઓનો અવાજ સંભળાયો. અવાજ સાંભળીને તેણે જોયું તો તેને નાગ નાગણ એક સાથે દેખાયા હતા. બંને એકબીજાને ગળે લગાવી રહ્યા હતા, મિલન દરમિયાન બંને ત્રણ થી ચાર ફૂટ ઊંચે કૂદી રહ્યા હતા. ખેડૂતે દૂરથી જ નાગ નાગણની આ દુર્લભ પળ તેના કેમેરામાં કેદ કરી લીધી હતી, વિડીયો ઉતાર્યા બાદ ખેડૂતે જણાવ્યું કે કોઈપણે તેમને છંછેડિયા ન હતા.

ઋતુ બદલવાની સાથે સાપના સંવનનની પ્રવૃત્તિઓ વધી છે, સામાન્ય રીતે સાપ ની જોડી એકાંત અને જંગલમાં સંવનન કરે છે. પરંતુ ચિત્તોડગઢ જિલ્લાના કપાસનમાં સાપ એક ખેતરમાં સંવનન કરતા જોવા મળ્યા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલા સાપના સંવનન નું આ દુર્લભ દ્રશ્ય મોબાઇલમાં કેદ થયું છે.

સમાગમ પછી માંદા સાપ ઈંડા મુકવા માટે યોગ્ય સ્થાન શોધે છે, સાપ ની જોડી માટે આ રીતે યુક્તિઓ રમવી ખૂબ જ રોમાંચક છે. વર્ષોથી એક પરંપરા ચાલી આવી છે કે સાપની આ પ્રવૃત્તિ જોઈને લોકો તેને સારા વરસાદની નિશાની માને છે. લોકો કહે છે કે આ વર્ષે આ વિસ્તારમાં વરસાદ સારો પડશે, જેના કારણે આ વર્ષે ખેડૂતો માટે સમૃદ્ધિ ભર્યું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો