અમદાવાદમાં અડધી રાત્રે પાનના ગલ્લા ઉપર સાવ એટલે સાવ નાની એવી વાતમાં ઝઘડો થતાં, રણવીરસિંહ ઝાલા નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો…

Published on: 7:23 pm, Tue, 16 May 23

અમદાવાદ(Ahmedabad): શહેરમાં ફરી એકવાર જીવલેણ બનાવ સામે આવતા ફડફડાટ મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો આ બનાવમાં પાનના ગલ્લે ગયેલો યુવક પર સામાન્ય બાબતે બોલાચાલી થવાને કારણે એક યુવકે ધારદાર વસ્તુથી હુમલો કરીને જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ થતા કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગર ના અને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા રણવીરસિંહ ઝાલા નામના યુવક સાથે જીવલેણ ઘટના બનવા પામી છે. રણવીર સિંહ ઝાલા રવિવારના રોજ રાતના સમયે ઘરેથી ગલ્લે જવા માટે નીકળ્યા હતા અને રાતના સવા બાર વાગ્યાની આજુબાજુ વિજયપાર્ક ચાર રસ્તા નજીક આવેલા લકી સેવન ગલ્લા પર અજિત ઋત્વિજ ગઢવી તેમજ પ્રકાશ નામના મિત્રો સાથે બેઠો હતો.

આ દરમિયાન રાતના સમયે રણવીર સિંહ ઝાલા ચાલતો ચાલતો જઈ રહ્યો હતો અને તેનો મિત્ર અજીત ગલ્લાની અંદરથી બહાર આવ્યો હતો. આ દરમિયાન અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ નામનો યુવક રણવીર સિંહ ને સામે કેમ જોવે છે ? તેવું કહીને બોલા ચાલી અને ગાળા ગાળી શરૂ કરી દીધી હતી.

મહત્વનું છે કે રણવીર સિંહ ગાળો આપવાની ના પાડતા અભિષેક ઉસકેરાઈ ગયો હતો અને પોતાના ખિસ્સામાંથી ધારદાર વસ્તુ કાઢીને રણવીરસિંહના પેટના ભાગે મારી દીધું હતું. આ જોતા પ્રકાશ નામનો મિત્ર વચ્ચે પડતા અભિષેકે તેના પણ હાથના કાંડા ના ભાગે ધારદાર વસ્તુ ઘુસાડી દીધી હતી.

જે પછી અજીત તેના મિત્ર રણવીરસિંહ પાસે ગયો હતો. રણવીરસિંહ લોહી લુહાણ હાલતમાં હોવાને કારણે તેને પોતાની ગાડી પર બેસાડી કૃષ્ણનગર 10 માર્યા ખાતે દવાખાને લઈ ગયો હતો. જ્યાં દવાખાનું બંધ હોવાથી 108 બોલાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન તબીબે રણવીરસિંહ ઝાલા ને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ મામલે કૃષ્ણનગર પોલીસ દ્વારા અભિષેક ઉર્ફે કંદુ ચૌહાણ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો