એ..એ..રહી ગયો..! ભારે પવન વચ્ચે રોડના કિનારે ઉભેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…

Published on: 5:06 pm, Tue, 16 May 23

Viral video: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વાયરલ થયેલા વિડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણો શ્વાસ અધ્ધર થઈ જતો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમે ઘણી એવી ઘટનાઓના વિડીયો જોયા હશે જેમાં કેટલાક લોકોને મોત અડકીને ચાલ્યું જતું હોય છે. હાલમાં વાયરલ થયેલા વીડિયોમાં એવું જ કંઈક એક વ્યક્તિ સાથે બન્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સારો એવો વરસાદી માહોલ જામ્યો છે અને ખૂબ જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

પવન તો એટલી ઝડપમાં ફૂંકાય રહ્યો છે જાણે વાવાઝોડું ન આવ્યું હોય. આ દરમિયાન અચાનક જ ભારે પવનમાં એક ઘરનું છાપરું હવામાં ઉડે છે. છાપરું સીધું ઉડીને રોડની બીજી બાજુ ઉભેલા યુવક તરફ જઈ રહ્યું હોય છે. છાપરું યુવક પાસે પહોંચે તે પહેલા તો યુવક ત્યાંથી દૂર થઈ જાય છે. જો રોડના કિનારે ઉભયેલો વ્યક્તિ એક બે સેકન્ડ પછી ત્યાંથી હલ્યો હોત તો તેના શરીરના બે ટુકડા થઈ ગયા હોત.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હવામાં ઉડતું છાપરું પોતાની તરફ આવતું જોઈને રોડના કિનારે ઉભેલો વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે. આ કારણોસર તેનો જીવ બચી ગયો હતો. આ રુવાડા ઉભા કરી દેનારી ઘટનાનો વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Shanu Mali (@shanu_mali14)

વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર shanu_mali14 એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં સાત મિલિયનથી પણ વધારે લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એ..એ..રહી ગયો..! ભારે પવન વચ્ચે રોડના કિનારે ઉભેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે…"

Leave a comment

Your email address will not be published.


*