હવે નાના એલપીજી સિલિન્ડર પણ દેશભરની વ્યાજબી કિંમતની દુકાનો પર મળી રહેશે. આ સાથે સરકારે આ દુકાનોમાં નાણાકીય સેવાઓ પ્રદાન કરવા અને મૂડી વધારવા માટે તેના ડીલરોને મુદ્રા લોન આપવાનો કોઈ પ્રસ્તાવ મૂક્યો હતો.
દેશમાં કુલ 5.32 લાખ રાશનની દુકાનો છે. નાના એલપીજી સિલિન્ડર ના આ પગલાં સાથે કેન્દ્ર સેવાઓને ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોને નજીક લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.ખાધ સચિવ સુધાંશુ પાંડે ની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર સાથેની બેઠક માં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
ખાદ્ય સચિવે કહ્યું કે વિભાગ વાજબી ભાવની દુકાનોમાં નાણાકીય વ્યહાર વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં દુકાનોને નવી રીતે રજૂ કરવામાં આવશે અને ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આમાં મુદ્રા લોન યોજના દ્વારા ડીલરને સરળ હપ્તામાં લોન રાખવાનો પ્રસ્તાવ છે. કેન્દ્રીય ખાધ અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ યોજના વિશે માહિતી આપતા તેને એક મોટું પગલું ગણાવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!