હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી નું પદ ખતરામાં છે? “કારણ કે મને ખબર નથી”….. જાણો શું છે આ વાત

2728

ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ માં ચાલી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર અનેક લોકો “મને ખબર નથી” તે મિમ શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું મીમ ટ્રેન્ડ માં ચાલી રહ્યુ છે . ટ્વિટર ઉપર ટોપ માં જ વિજયભાઈ રૂપાણીનું મિમ્ છે. લોકો અલગ-અલગ બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કરી રહ્યા છે કે જેમાં “મને ખબર નથી” અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ખુરશી જોખમમાં?

જાણે કે વાત એમ છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સુરતની કફોડી સ્થિતી બનતા સુરત દોડી આવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં વિજય રૂપાણી રાજ્યની કોરોના ની પરિસ્થિતિ બતાવતા આવતીકાલે જિલ્લામાં 58 કેસ આવ્યા એમ કહું. ત્યારે એક પત્રકાર દ્વારા વિજયભાઈ રૂપાણીને પૂછવામાં આવ્યું કે મેડમ જયંતિ રવિએ તો 14 કેસ કહ્યું . ત્યારે તેનો જવાબ આપતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે “મને ખબર નથી” .