કોરોના મહામારીમાં હીરા ઉદ્યોગને લઈને સૌથી મોટી જાણકારી…. જાણો વિગતે

1126

કોરોના મહામારી ને કારણે દેશમાં સૌથી મોટું સ્થળાંતર સુરત શહેરમાં થઈ રહ્યું છે. અનલોક માં પરત ફરેલા રત્નકલાકારો ફરી એક વખત સૌરાષ્ટ્ર જવા મજબૂર થઈ ગયા છે.

રાજ્યમાં કોરોના કેસમાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરની સ્થિતિ કોરોના સંકટના કારણે કફોડી બની છે. લોકડાઉન પછી દરેક ધંધા ધીમે ધીમે ચાલી રહ્યા છે ત્યારે કોરોનાવાયરસ ના કારણે સુરત શહેરમાં હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ થોડાક દિવસ માટે બંધ કરવાનો અગ્ર સચિવ નિર્ણય લીધો હતો. ધંધા મંદ ચાલતા હોવાથી કેટલાક રત્ન કલાકારોએ સૌરાષ્ટ્ર જવા મજબૂર થઈ ચૂક્યા છે.

આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી સાથે હીરા ઉદ્યોગ વિભાગના વડા સાથે વાતચીત બાદ ફરી એક વખત આ ધંધો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધંધો ચાલુ કરવા માટે અનેક શરતો સાથે ફરજિયાત પણે સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે કુમાર કાનાણી દ્વારા ધંધાદારીઓ ને અપીલ કરવામાં આવી હતી. આવા ઉદ્યોગો માં વધારે લોકો કામ કરવાના કારણસર સોશીયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી. તેથી હવે સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરાવવા માટે કેટલાક માણસોને છૂટા કરવામાં આવશે હવે આવા લોકોની રોજીરોટી છીનવાઇ જતા તેઓએ પોતાના વતન જવા સિવાય કોઈ પણ જાતનો વિકલ્પ રહ્યો નથી. આપને જણાવી દઇએ કે હીરા ઉદ્યોગમાં મોટા ભાગના કારીગરો સૌરાષ્ટ્ર થી આવતા હોય છે.