માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શું ફરી એક વખત હોમ કવોરન્ટાઈન થશે? જાણો શું છે મામલો

Published on: 3:57 pm, Wed, 8 July 20

ગુજરાતમાં કોરોના ની સ્થિતિ બેકાબૂ બની છે. ફરી એક વખત ભાજપ ના એક ધારાસભ્ય ને કોરોના પોઝિટિવ આવેલ છે. સુરત કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વિનુભાઈ ઝાલાવાડીયા કોરોના નો પોઝિટિવ રિપોર્ટ આવેલ છે. તેમને અનેક સલાહ બાદ તેને ઘરે જ સારવાર મેળવવાનું નિર્ણય લીધેલ છે. ભાજપના ધારાસભ્ય ના કોરોના પોઝિટિવ આવતા એક ગાંધીનગર સુધી હલમચી છે. પ્રોટોકોલ મુજબ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ હોમ કવોરન્ટાઈન થવું ફરજીયાત છે. માનનીય શ્રી ધારાસભ્ય ગાંધીનગર અવરજવર કરતા કેટલીક વાર મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓના સંપર્કમાં આવેલ છે.

સુરત ની સ્થિતી કફોડી બનતા માનનીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચ્યા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રી ના સુરત માં માનનીય ઝાલાવડીયા સાહેબ આખો દિવસ મુખ્યમંત્રી ના સંપર્ક માં રહ્યા હતા. આ ઉપરાંત પણ મુખ્યમંત્રીશ્રી ની કેટલીક બેઠકોમાં ધારાસભ્ય સાહેબ સાથે રહ્યા હતા.

સુરત ના હોટસ્પોટ વિસ્તાર ના માનનીય ધારાસભ્ય વિડી ઝાલાવાડીયા સાહેબ સાથે મળેલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ફરી એક વખત હોમ કવોરન્ટાઈન થઈ શકે છે અથવા તો તેમનો કોરોના રિપોર્ટ થઇ શકે છે.