ફરી એક વખત પાન- માવા ના ગલ્લા ને લઈને રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય…. જાણો વિગતે

Published on: 9:28 am, Wed, 8 July 20

રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ ની સંખ્યા જોતા અત્યારે તંત્ર પણ ચિંતામાં છે. કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા માટે સુરત અને રાજકોટ ની સ્થિતિ કપૉરી ન બને તે માટે બંને જિલ્લામાં પાન-મસાલાનાં ગલ્લા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આખા રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ન થાય અને લોકો વાયરસથી બચી શકે તે માટે રાજ્ય સરકારે પાન માવા ના ગલ્લા ને લઈને બહુ મોટો નિર્ણય લીધેલ છે.

રાજ્યમાં કોરોનાવાયરસ ને લીધે રાજ્ય સરકાર એક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ રિપોર્ટમાં કોરોના વાયરસનું સંક્રમણ ક્યાંથી વધે છે? , કેવી રીતે વધે છે?, તે વિશે વિશેષ વાત કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં પાનના ગલ્લે લોકો ભીડ કરીને જ્યાં ત્યાં મસાલા ની પિચકારી મારીને કોરોના વાયરસનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે પાન માવા ના ગલ્લા ઉપર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ રાખવાનો નિર્ણય લીધેલ છે.

હવેથી પાન માવા ના ગલ્લા ઉપર અથવા ચાની કીટલી ઉપર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ રહેશે . જો કોઈપણ દુકાનદાર અથવા ગ્રાહક આ નિયમોનો ભંગ કરશે અને ત્યાં પાન – માવા ખાવા અથવા ચા ની ચૂસ્કી લેવી એવા કોઈપણ ગુનામાં પકડાશે તો તેના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Be the first to comment on "ફરી એક વખત પાન- માવા ના ગલ્લા ને લઈને રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય…. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*