આંશિક લોકડાઉન ની છુટ બાદ રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું શું રહશે રાજકોટ માં ખુલ્લું ?

138

મહામારી ના કારણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનો કરાવવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે તો કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન જાહેર કરાયા બાદ ગઈકાલે છૂટછાટ આપવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી રાજકોટ શહેરના તમામ પ્રકારની દુકાનો સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવા જણાવ્યું છે.

તેમજ રાત્રિના આઠ થી સવારના છ વાગ્યા સુધી કરફયુ યથાવત રાખવામાં આવ્યું છે. તારીખ 21 થી 28 મે સુધી અમલ કરાવવા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં મેડિકલ સ્ટોર.

અનાજ કરીયાણા, શાકભાજી, કોલ ફ્રુટવાળા,મિલ્ક પાર્લર, બેકરી અને ચશ્મા ની દુકાનો ઉપરાંત ખાદ્ય પદાર્થોની દુકાનો રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવા જણાવ્યું છે.

સવારના 9થી બપોરના 3 વાગ્યા સુધી તમામ પ્રકારની દુકાનો, વાણિજ્ય સંસ્થા, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ અને બ્યુટી પાર્લર સહિતના વેપાર ધંધાને લગતી દુકાનો ખુલ્લી રાખવા જણાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!