મહિલાના પિતાશયમાંથી 50-100 નહીં પરંતુ એક સાથે આટલી બધી પથરી નીકળી, પિતાશયમાંથી નીકળેલી પથરીઓનો આંકડો સાંભળીને ચોકી જશો…

Published on: 5:07 pm, Sat, 15 October 22

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હશો. ઘણી વખત અમુક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે તે આજે કિસ્સા વિશે વાત કરવાના છીએ. મિત્રો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામ પાસે 50 વર્ષના સીતાબેન વાહતાભાઈ જાવેદ નામની મહિલાને છેલ્લા કેટલા સમયથી પેટમાં દુખાવો થતો હતો.

પેટનો દુખાવો ખૂબ જ વધી જવાના કારણે મહિલા ડોક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે પહોંચી હતી. ચેકઅપ દરમિયાન એવી હકીકત સામે આવી કે જાણીને ડોક્ટર પણ હચમચી ગયા હતા. મિત્રો ચેકઅપ દરમિયાન મહિલાના પિતાશય માંથી એવી વસ્તુ મળી કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, પેટમાં દુખાવો ખૂબ જ વધી જતા બેન આનંદ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કરાવવા માટે ગયા હતા. ત્યારે જાણવા મળ્યું કે મહિલાના પિતાશયમાં 10-20 નહી પરંતુ 700 પથરીઓ છે. આ વાત સાંભળીને પરિવારના લોકો પણ ચોકી ઉઠ્યા હતા.

ત્યારબાદ ડોક્ટર આનંદ પટેલ દ્વારા મહિલાના પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું અને પેટમાંથી 700 પથરી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી. અત્યારે મહિલા હવે એકદમ નિરોધ છે. આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. મહિલાના પિતાશય માંથી કાઢેલી પથરીઓનો ઢગલો તમે ફોટામાં જોઈ શકો છો.

તમને જણાવી દઈએ કે સીતાબહેનને પેટમાં સતત દુખાવો થતો હતો. પરંતુ એક દિવસ અચાનક જ ખૂબ જ વધારે પડતો દુખાવો થવા લાગ્યો તેથી તેઓ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા ત્યારે આ વાતની જાણ થઈ હતી. હોસ્પિટલમાં તપાસ અને લેબ ટેસ્ટ કર્યા બાદ ડોક્ટર દ્વારા મહિલાની એકદમ સફળ સર્જરી કરવામાં આવી હતી. 700 જેટલી પથરીઓ મહિલાના પિતાશય માંથી બહાર કાઢવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહિલાના પિતાશયમાંથી 50-100 નહીં પરંતુ એક સાથે આટલી બધી પથરી નીકળી, પિતાશયમાંથી નીકળેલી પથરીઓનો આંકડો સાંભળીને ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*