230 કિલોમીટરની ઝડપે જતી BMW કાર ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના એક સાથે મોત…જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…

Published on: 5:32 pm, Sat, 15 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે શુક્રવારના રોજ સાંજના સમયે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી BMW કાર ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ચારેય લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પુરવાંચલ એક્સપ્રેસ પર શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, ડોક્ટર આનંદ પ્રકાશ નામના વ્યક્તિ પોતાની bmw કારમાં યુપીના ફૈઝાબાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વવાંચલ એક્સપ્રેસ પર તેમની bmw કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર આનંદકુમાર, તેમના કાકાના જમાઈ દીપકકુમાર, મિત્ર અખિલેશ સિંહ અને અન્ય એક મિત્રનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા ડોક્ટર આનંદ કુમાર ના પિતા અને અન્ય સંબંધીઓને થતા તેઓ ઘટના સ્થળે આવવા માટે રવાના થઈ ગયા હતા. એટલું જ નહીં પરંતુ ઘટનાની માહિતી મળતા ડોક્ટર આનંદકુમાર ના ઘરે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

ટ્રક અને bmw કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે bmw કારનું એન્જિન ઉછળીને દૂર જઈને પડ્યું હતું. એટલું જ નહીં પરંતુ કારમાં સવાર લોકોનું માથું અને હાથ આશરે 20 ફૂટ દૂર મળી આવ્યા હતા. અકસ્માતની ઘટનાના કારણે રોડ ઉપર ચારે બાજુ મૃતદેહના ચીથડા હતા.

મિત્રો જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે 1.25 કરોડ રૂપિયાની BMW કાર 230ની સ્પીડે ચાલી રહી હતી. અકસ્માત પહેલા નો એક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફાયરલ થઈ રહ્યો છે. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુમાં છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "230 કિલોમીટરની ઝડપે જતી BMW કાર ટ્રક સાથે અથડાઈ, 4 લોકોના એક સાથે મોત…જુઓ મૃત્યુ પહેલાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*