ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.19 ડિસેમ્બરે મતદાન,21 ડિસેમ્બરે મતગણતરી થવા જઈ રહી છે.સરકાર અને તંત્ર ઘણા ગામોમાં ચૂંટણી સમરસ થાય તે માટે પ્રયાસ કરી રહી છે.કેટલાક એવા ગામ છે જે સમરસ થઈ ચૂક્યા છે.
7 ડિસેમ્બર ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે ત્યારે ગુજરાતમાં એવા કેટલાક ગામો છે જે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના જીવા ગામે ગ્રામજનોએ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરી સરકાર તેમજ તંત્ર સામે બળાપો ઠાલવ્યો છે.
રાજકોટના જેતપુરના મોણપર ગામે પણ એ જ રસ્તો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ના જીવા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તેમજ આગામી ચૂંટણીમાં પણ કોઈ નેતા મત માગવા ન આવે તેવી ચીમકી ઉચ્ચારતા પોસ્ટર લગાવ્યા છે.
ગ્રામજનો નું કહેવું છે કે પ્રાથમિક સુવિધાઓના અભાવ છે. ગામમાં રોડ રસ્તા અને પાણીની સુવિધા માટે ફાફા મારવા પડે છે. ઘણી રજૂઆતો કરી, કચેરી અને તાલુકા પંચાયતના ઘણા ધક્કા ખાધા પણ ન કોઈ સાંભળનારું છે, નો કોઈ સમસ્યા ઉપર તરફ ધ્યાન રહ્યું છે,
આથી ગામલોકોએ કંટાળી નછૂટકે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.જેતપુરના મોણપર ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. મોણપર ગામમાં સરપંચ બનવા માટે કોઈ વ્યક્તિ તૈયાર નથી. સરપંચના ઉમેદવાર તરીકે છેલ્લી તારીખ સુધી કોઈએ ફોર્મ ના ભર્યું.
8 સદસ્યની ગ્રામ પંચાયતમાં માત્ર 1 જ વ્યક્તિ નું સદસ્ય તરીકે ફોર્મ ભર્યું. ગામમાં કોઈ વ્યક્તિ સદસ્ય અને સરપંચ બનવા તૈયાર નથી. મોણપર ગામમાં વિકાસ ન થવાને લઇ લોકો વિરોધ કર્યો છે.
ગામની નદી પ્રદૂષિત થઈ ગઈ છે અને રોડ રસ્તા અને સફાઈ ના કોઈ પ્રકારના કામો થતાં નથી. ગ્રામજનોનો આરોપ છે કે અનેક રજૂઆત છતાં કોઈ કામ નથી થયા જેને લઇ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!