ખેરાલુમાં એક બેકાબૂ ટ્રેલર અચાનક પલટી ખાઇ જતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોત, 3 યુવાનોના કરૂણ મૃત્યુ…

Published on: 10:20 am, Mon, 6 December 21

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે પાલનપુરના દેલવાડાથી વેટમિક્ષ ભગરી વણાકબોરી જઈ રહેલું એક બેકાબૂ ટ્રેલર ખેરાલુની દૂધ કેન્દ્ર આગળ અચાનક પલટી ખાઇ ગયું હતું.

ત્યારે સામેથી આવી રહેલા બાઈક પર સવાર બે યુવાનનું ટ્રેલરની વચ્ચે ફસાઈ ગયા હતા અને બંનેના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત ટ્રેલરની અડફેટે આવી જતા બે યુવાનોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક વડનગર રીફર કરવામાં આવ્યા હતા.

જેમાં એક યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર પાલનપુરના આશિષ ટ્રાન્સપોર્ટમાં GJ 02 YU 0686 નંબરનું ટ્રેલર વેટમિક્ષ ભરી ને રવિવારના રોજ સાંજે દેલવાડા થી વણાકબોરી જવા નીકળ્યું હતું.

મળતી માહિતી અનુસાર જ્યારે ટ્રેલર પાલનપુર તરફ આવી રહ્યું હતું ત્યારે ટ્રેલરને બ્રેક નહિ લગતા ચાલકે અકસ્માત નિવારવા રોંગ સાઈડમાં ચઢાવ્યું હતું. પરંતુ ત્યારે સામેથી આવતી GJ 27 A 6909 નંબરની બાઈક ટ્રેલર અને ચાલકની કેબિનમાં વચ્ચે ફસાઇ ગઇ હતી.

ત્યારે ટ્રેલર નું પાછળનું ટાયર ડિવાઈડર પર ચઢી ગયું તેના કારણે ટ્રેલર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં બાઇક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે બે લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેઓને આસપાસના લોકો દ્વારા સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ એક યુવકનું રસ્તામાં જ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બન્યા બાદ ટ્રેલરચાલક ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ખેરાલુમાં એક બેકાબૂ ટ્રેલર અચાનક પલટી ખાઇ જતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં મોત, 3 યુવાનોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*