સુરત ના આંગણે પૂરું પડાયુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ,ચાર યુગલોએ કર્યાં હિન્દુ,મુસ્લિમ,શીખ અને ખિસ્તી વિધિ થી લગ્ન

Published on: 10:29 am, Mon, 6 December 21

આપણે સૌ જાણીએ છીએ કે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પિતા વગર ની 300 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. પી પી સવાણી ગૃપ દ્વારા આ ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ લગ્ન સમારોહમાં બે દિવસમાં 300 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા.

એટલું જ નહીં પણ આ દીકરીઓના પિતાની ખોટ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી પૂરી પાડવાના છે.લગભગ વિશ્વમાં પ્રથમવાર આ ઘટના બની હશે કે ચાર યુગલોએ હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા છે.

સુરતના આંગણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા મહેશભાઈ સવારે દ્વારા આ રીતે લગ્ન કરવામાં આવ્યા હતા. વરસાદ પડવાના કારણે આ લગ્ન ખુલ્લા મેદાનમાં નહીં પરંતુ શાળા સંકુલમાં યોજવામાં આવ્યા હતા અને આવા દ્રશ્ય ભાગ્યે જ

આપણને જોવા મળ્યા હતા.અહી માનવતાના ધર્મે પિતા વગરની દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા.લગ્ન પ્રસંગમાં તમામ મહેમાનો એ દીકરીના સાસરિયાઓએ દીકરી નું પૂજન કર્યું હતું. ચાર તબક્કામાં આયોજિત આ વર્ષે લગ્ન નો પ્રારંભ સવારે સાત વાગ્યે થયો હતો

ને લગ્નોત્સવમાં મહેશભાઈ વલ્લભભાઈ સવાણી 300 પિતા વિનાની દીકરીઓના પાલક પિતા બન્યા હતા. આપને જણાવી દઇએ કે મહેશભાઈ સવાણી દ્વારા સેવાનું કાર્ય છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે. તેમને આ શુભ કાર્યની શરૂઆત 2012માં કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ના આંગણે પૂરું પડાયુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ,ચાર યુગલોએ કર્યાં હિન્દુ,મુસ્લિમ,શીખ અને ખિસ્તી વિધિ થી લગ્ન"

Leave a comment

Your email address will not be published.


*