ગુજરાત રાજ્યના આ વીર પુત્રએ દેશની સેવા કરતા-કરતા લીધા અંતિમ શ્વાસ,અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયા ગ્રામજનો

Published on: 10:00 am, Mon, 6 December 21

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ના આર્મી જવાન ને લાંબી બીમારી બાદ ત્રણ ડિસેમ્બરના રોજ મુંબઈની આર્મી હોસ્પિટલમાં નિધન થયું હતું. આજે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે માદરે વતન ગોતરકા ગામ લાવતા આખું ગામ હિબકે ચડયું હતું.

જવાનની અંતિમ યાત્રામાં આખું ગામ સહિત આજુબાજુના ગામના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.રાધનપુર તાલુકાના આ જવાન લાલાભાઇ હીરાભાઈ રબારી છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા.

છેલ્લે તેઓ શ્રીનગર ખાતે ફરજ બજાવતા હતા અને આ જવાનને કેન્સરની બીમારીથી પીડિત હોવાથી છેલ્લા કેટલાક સમયથી મુંબઈની આર્મી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.

જેમનું 3 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે માદરેવતન લવાતા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી અને તેમની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના આ વીર પુત્રએ દેશની સેવા કરતા-કરતા લીધા અંતિમ શ્વાસ,અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયા ગ્રામજનો"

Leave a comment

Your email address will not be published.


*