અરર..! આવો અકસ્માત પહેલા ક્યારેય નહીં જોયો હોય, ઘોડાની રેસમાં વચ્ચે ઉભેલા યુવક સાથે કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

Published on: 1:00 pm, Mon, 15 May 23

Horse Race accident: સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વિડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો અમુક વીડિયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં એક હૈયુ ધ્રુજાવી દેનારી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનામાં ઘોડાની અડફેટેમાં આવતા એક યુવક અકસ્માતનો શિકાર બન્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘોડાઓની રેસ ચાલી રહે છે. આ દરમિયાન એક યુવક ત્યાં ઉભેલો નજરે પડી રહ્યો છે. આ દરમિયાન એક ઘોડે સવાર યુવક ત્યાંથી પસાર થાય છે.

ત્યારે ત્યાં ઉભેલો યુવક ઘોડાની અડફેટેમાં આવી ગયો હતો. ઘોડાની ટક્કરના કારણે યુવક ફંગોળાઈને દૂર જઈને પડે છે. વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે યુવક આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હશે. આ ઘટના બનતા જ આસપાસ ઉભેલા લોકો જમીન પર પડેલા યુવક પાસે દોડીને આવી જાય છે.

પછી યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.વાયરલ થઇ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર ત્રણ દિવસ પહેલા ravirajsinh_rajput_0007 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોએ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયો જોઈને તો ઘણા લોકોના શ્વાસ પણ અધ્ધર થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો