ખેડૂતો સામે નમ્યા નરેન્દ્ર મોદી,ત્રણેય કૃષિ કાયદાઓ લીધા પરત

Published on: 10:10 am, Fri, 19 November 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરતા જણાવ્યું કે, ખેતી ને સુધારવા માટે ત્રણેય કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે.

વર્ષોથી આ માર્ગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી.દેશના ખેડૂતોએ અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું અને હું બધાનો ખુબ આભારી છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકાર આ કાયદો દેશના કૃષિ જગત ના હિત માં, ગરીબો અને ગામડાના હિતમાં સંપૂર્ણ સમર્થન સાથે ઉમદા હેતુ સાથે લાવી હતી પરંતુ અમે ખેડૂતોના માટે આવી પવિત્ર વાત કેટલાક ખેડૂતો ને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી.

તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો.અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તે સમયે પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે તમે તમારા ઘરે પાછા ફરો, ખેતરમાં પાછા ફરો, પરિવારમાં પાછા ફરો અને નવી શરૂઆત કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!